ગુજરાતમાં પોલીસના પટ્ટા ઉતરાવાની રાજનીતિ વચ્ચે ખુદ પોલીસ કર્મીઓ જ બુટલેગરની ભૂમિકામાં પકડાયા છે. લોકોને દારૂ પીતા પકડતા પોલીસ કર્મીઓ ખુદ દારૂનો જામ છલકાવી રહ્યાં છે. બુટલેગરો પાછળ પડતી પોલીસના આ તાયફા હવે વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો દેશી દારૂ પીતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધોળા દિવસે કોન્સ્ટેબલ અને PSO દેશી દારૂ પીતા નજરે પડ્યા છે. એક નાગરિક દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
દારુબંધીની પોલ ખુદ ભાજપ નેતાએ ખોલી
પાટણ જિલ્લામાં હારિજમાં પોલીસ યુનિફોર્મમાં ત્રણ પોલીસ કર્મચારીઓ દેશી દારૂની મજા માણી રહ્યાં છે અને સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં જ દેશી દારૂ પી રહ્યાં છે અને તેમને ખબર પડી કે કોઈ વીડિયો ઉતારી રહ્યું છે. તો તેની સાથે રકઝક પણ કરી રહ્યાં છે. સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ અને પીએસઓમાં આ કર્મીઓ ફરજ બજાવી રહ્યાં છે. સમગ્ર ઘટનામાં આ મામલે પાટણ જિલ્લા એસપીએ કોઈ કાર્યવાહી કરી નથી અને કોઈને સસ્પેન્ડ પણ કર્યા નથી.પોલીસે જ દારૂના ધજાગરા ઉડાવ્યા છે.ગુજરાતમાં ફરી એકવાર ખાખી બદનામ થઈ છે.સ્થાનિકોએ દારૂ પીધો હોય તો પોલીસ કેવો કેસ કરે છે.આ પોલીસકર્મીઓ સામે પણ કેસ થવો જોઈએ તેવી વાત સામે આવી છે. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પોલીસને આપી ચીમકી અને દેશી દારૂના અડ્ડાઓને બંધ કરાવવા પોલીસને ચીમકી આપી છે. પોલીસને ચીમકીનો ભાજપના નેતા દિલીપ ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે અને સરકારની દારુબંધીની પોલ ખુદ ભાજપ નેતાએ ખોલી છે.