સુરેન્દ્રનગરના લીમડીમાં વીજ વિભાગની ટીમે તવાઈ બોલાવી છે. લીંબડી ધ્રાગધ્રા સુરેન્દ્રનગર ડિવિઝનમાં PGVCL ચેકીંગ ટીમોએ વ્યાપક ચેકિંગ હાથ ધર્યું છે. વીજ ચોરીને લઈને કરવામાં આવેલા ચેકિંગને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચેકીંગ ટીમોએ 3212 વીજ જોડાણમાં ચેકીંગ કરતા 565 જોડાણમાં ગેરરીતીઓ તેમજ 299 ડાયરેક્ટર કનેક્શન ઝડપાયા હતા. વીજ વિભાગના અધિકારીઓએ વીજ ચોરી કરનારાઓને 2.51 લાખનો દંડ ફટકાર્યો હતો.
વ્યાપક ચેકિંગ હાથ ધરતાં ફફડાટ ફેલાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરી કરનારાઓ સામે વીજ વિભાગ એક્શનમાં આવ્યો છે. જિલ્લામાં લીંબડી ધ્રાગધ્રા સુરેન્દ્રનગર ડિવિઝન વિસ્તારમાં PGVCLની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન 3212 વિજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 565 જોડાણોમા ગેરરીતીઓ સામે આવી હતી. આ ઉપરાંત 299 ડાયરેક્ટ કનેક્શન ઝડપાયા હતાં. વીજ ચોરી કરનારાઓ સામે વીજ ચેકિંગ અધિકારીઓએ કાયદાકિય કાર્યવાહી કરી હતી. વીજચોરોને 2.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લામાં PGVCLએ વીજ ચોરીને લઈને વ્યાપક ચેકિંગ હાથ ધરતાં ફફડાટ ફેલાયો હતો.