ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન

GAS Promotion

ગાંધીનગરઃ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સંબંધિત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 વરિષ્ઠ અધિકારીઓને પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

GAS Promotion

પગાર ધોરણમાં વધારો

નવા પરિપત્ર અનુસાર, અત્યાર સુધી ‘સિનિયર સ્કેલ’ (પે મેટ્રિક્સ લેવલ-12) હેઠળ સેવા આપતા અધિકારીઓને હવે ‘સિલેક્શન સ્કેલ’ (પે મેટ્રિક્સ લેવલ-13)માં પ્રમોશન આપવામાં આવ્યું છે. અગાઉનો પગાર ધોરણ ₹78,800 થી ₹2,09,200 હતો, જે હવે વધીને ₹1,23,100 થી ₹2,15,900 સુધીનો રહેશે.

GAS Promotion1

બદલી કરવામાં આવી નથી

સરકારના આ નિર્ણયથી સંબંધિત અધિકારીઓને નાણાકીય તેમજ વહીવટી રીતે મહત્વનો લાભ મળશે. ખાસ નોંધનીય બાબત એ છે કે, પ્રમોશન સાથે જ તમામ અધિકારીઓને તેમની હાલની જ પોસ્ટ પર પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે, હાલમાં તેમની કોઈ બદલી કરવામાં આવી નથી અને તેઓ વર્તમાન હોદ્દા પર રહીને જ નવી સિલેક્શન સ્કેલનો લાભ લેશે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »