Rajkot Crime: રાજકોટના શિતલપાર્ક પાસે આવેલી ધ સ્પાયર 2 નામની બિલ્ડિંગની ઓફિસમાંથી મહિલાનો માર મારતો વિડિયો સામે આવ્યો છે. આ સીસીટીવીમાં મહિલા સાથે રહેલો ભાગીદાર મૌલિક નાદપરા મહિલાનું ગળુ દબાવી રહ્યો છે અને ક્રુર માર મારી રહ્યો છે. એટલું જ નહીં ધક્કામુક્કી કરીને આડેધડ મુક્કા મારી રહ્યો છે. મૌલિકે મહિલાની દીકરી સામે થપાટ મારતા મહિલા ઢળી પડી હતી. આ બન્નેની મારામારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મારામારીની ઘટના જૂનમાં બનેલી
મહિલા અને ભાગીદાર વચ્ચે મારામારીની ઘટના જૂન મહિનામાં બની હોવાનું જાણવા મળ્યું છે. મહિલા અને ભાગીદારે પેકેજિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. મહિલાએ આ માટે 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુવકે ધંધાની બાબતે મહિલાને માર મારીને ધમકી આપી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે 9 ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે. 36 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે, નોકરીની જરૂર હોવાથી જોબ એપ્લિકેશન મારફતે મૌલક નાદપરાનો સંપર્ક થયેલો. ફોન પર વાત થયા બાદ ભાગીદારીમાં ઓફિસ લઈ બિઝનસ શરૂ કરવા નક્કી કરેલું અને લોનના હપ્તા સાથે ભરીશું એવું ફિક્સ હતું.
View this post on Instagram
2023માં ઓફિસ શરૂ થઈ
વર્ષ 2023માં 150 ફૂટ રિંગરોડ પર શિતલપાર્ક ચોકમાં ધ સ્પાયર ટુ નામના કોમ્પ્લેક્સમાં ઓફિસ લઈ પેકેજિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. ભાગીદારે બિઝનેસમાં ધ્યાન આપવાનું બંધ કર્યું હતું. મહિલાએ ઉમેર્યું કે, મેં એમને સમજાવ્યા બાદ ઝઘડો કરી બોલાચાલી કરી હતી.જૂન મહિનામાં બપોરના સમયે મૌલિકને કહ્યું કે, બેંકના હપ્તા ચાલું છે અને ધંધામાં ધ્યાન આપ આવું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ગાળો આપીને મારામારી કરી હતી. પ્લાસ્ટિકની પાઈપથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વર્ષ 2017માં મહિલાના લગ્ન થયા હતા અને 2022માં તેમણે પતિથી છૂટાછેડા લઈ લીધા હતા. દીકરીની હાજરીમાં મહિલા પર મારામારી કરતા બાળકી પર માનસિક અસર થવા પામી છે. એવું મહિલાનું કહેવું છે. ધમકીથી કંટાળીને મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.