રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામમાં એક બાળકી રમતી હતી ત્યારે આરોપીએ બાળકી સાથે ક્રુર વ્યવહાર કર્યો હતો. હૃદય કંપાવી નાંખનાર આ ઘટનામાં કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી રામસિંગને ફાંસની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. હજી 12મી જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને આજની સુનાવણીમાં તેને ફાંસીની સજા આપવાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને કારણે ન્યાય પ્રાણાલી પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
નરાધમ આરોપી રામસિંગને ફાંસીની સજા
રાજકોટના આટકોટની આ ઘટનામાં પોલીસની કામગીરી પણ સક્રિય રહી હતી. પોલીસે આ કેસમાં ગંભીરતા દાખવીને આરોપીને પકડી માત્ર 11 જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે તેની પર ફાયરિંગ પણ કર્યું હતું. આજે કોર્ટે આ નરાધમને તેના ક્રુર વર્તનની સજા ફટકારી છે. આરોપી ખેત મજૂરી કરતા પરિવારની બાળકી રમતી હતી અને તેને ખેંચી જઈને ત્રણ સંતાનના પિતા નરાધમ રામસિંગે પીંખી નાંખી હતી. બાળકના અંગને ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આખરે તેને ફૂલ જેવી કુમળી બાળકી સાથે કરેલા ક્રૂર વર્તનની સજા મળતા લોકોને પણ કુદરત અને કોર્ટના ન્યાય પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો હતો.