ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સંચાર સાથી: જાસુસીના મુદ્દે સંસદમાં હંગામો, કેન્દ્રીય મંત્રી એ ચોખવટ કરવી પડી

નવી દિલ્હીઃ સંચાર સાથી એપ્લિકેશનને લઈને સરકાર સામે રાજીવ શુકલાએ સવાલ કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વાર ફોન નિર્માતાને જારી કરેલા આદેશને કારણે દિલ્હીની કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવ્યો છે. SIRનો મુદ્દો શાંત પડ્યો નથી ત્યાં સંચાર સાથી એપ્લિકેશનને લઈ સંસદના શિયાળુસત્રમાં વિપક્ષે વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યા જણાવ્યું હતું કે, સરકાર હવે દરેક નાગરિકો પર દેખરેખ રાખવા માગે છે.

Sanchar Saathi

સંચાર સારથી એપ પ્રી ઈન્સ્ટોલ કરવા આદેશ

ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે સ્માર્ટફોન ઉત્પાદકોને તેમના નવા ફોનમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા સૂચનાઓ જારી કરી છે. આ આદેશ 21 નવેમ્બરના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. આ આદેશ મુજબ, બધી કંપનીઓને એપ ઇન્સ્ટોલ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી સહિત સમગ્ર વિપક્ષ આ નિર્દેશ પર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ ANI ને જણાવ્યું કે, “મને લાગે છે કે સંસદીય સમિતિએ આનો અભ્યાસ કરવો જોઈએ. શું એવું બની રહ્યું છે કે, તેઓ દરેકનો ડેટા સ્ટોર કરી રહ્યા છે? દરેકની માહિતી રાખી રહ્યા છે? આની આડમાં, સરકાર દરેકના મોબાઇલ ફોનમાં ઘુસણખોરી કરી શકે છે. તેથી, આ એક ખૂબ જ ખતરનાક મામલો છે અને તેના પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. જોકે, આ મુદ્દે ભાજપ-વિપક્ષ સામસામે આવી ગયા હતા.

Sanchar Saathi

ગોપનીયતા પર હુમલો છે આ એપ

આ દરમિયાન, કોંગ્રેસ સચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે આ લોકોની ગોપનીયતા પર હુમલો છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે લોકોને મદદ કરવાના નામે, ભાજપ સરકાર તેમની ગોપનીયતા પર આક્રમણ કરવાનો પ્રયાસ કરી રહી છે. પેગાસસ કેસનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસ સાંસદે કહ્યું કે આ એપ દ્વારા સરકાર દરેક પર નજર રાખવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, સંચાર સાથી એપ્લિકેશનમાં બીજા પણ કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા

સંચાર સારથી એપ્લિકેશનને લઈને શિયાળું સત્ર તોફાની બનતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરવી પડી હતી. મોબાઈલ ફોનમાંથી એપ્લિકેશન ડિલિટ કે ડિએક્ટિવ ન થતા સંસદમાં હોબાળો મચી ગયો હતો. આ પછી સરકારે ફેરવી તોડ્યું હતું. સોફ્ટવેર અપડેની સાથે જ ઈન્સ્ટોલ થઈ જતી આ એપ્લિકેશન જે યુઝર પોતાના ફોનમાં ન રાખવા માગતા હોય તો એને અનઈન્સ્ટોલ પર કરી શકશે. વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરી હતી. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરવી પડી હતી.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »