નવી દિલ્હીઃ ટેલિકોમ વિભાગે તમામ મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદકો અને આયાતકારોને 90 દિવસની અંદર ‘સંચાર સાથી’ એપ પ્રિ-ઈન્સ્ટોલ કરવાની સૂચના આપી છે. આ એપ્લિકેશનને ડિલિટ કરી શકાશે નહીં અને ડીએક્ટિવેટ પણ કરી શકાશે નહીં. દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમને ડામવા માટે અને લોકોને ડિજિટલી સુરક્ષિત રાખવા માટે ટેલિકોમ વિભાગે આ નિર્ણય કર્યો છે. તારીખ 28 નવેમ્બરના આદેશ અનુસાર 90 દિવસ પછી ભારતમાં બનાવવામાં આવતા અથવા આયાત ક૨વામાં આવતા તમામ મોબાઇલમાં આ એપ હોવી અનિવાર્ય છે.
સરકારનો આદેશ
કેન્દ્ર સરકાર દ્વારા દરેક મોબાઇલ ડિવાઈસના ઉત્પાદકો અને આયાતકારોને 90 દિવસની અંદર ‘સંચાર સાથી’ મોબાઇલ એપ તમામ હેન્ડસેટમાં પ્રિ-ઇન્સ્ટોલ કરવી જરૂરી છે.” આ સાથે જે ઉપકરણો પહેલાથી જ બનાવવામાં આવ્યા છે અને વેચાણ ચેનલમાં છે, તે તમામ ફોનમાં એક નવી સોફ્ટવેર અપડેટ આપીને આ એપને ઈન્સ્ટોલ કરાવાશે. ભારતમાં ઉપયોગ માટેના તમામ મોબાઇલ હેન્ડસેટના ઉત્પાદકો અને આયાતકારોને આ આદેશના 120 દિવસની અંદર ડોટને અનુરૂપતા રિપોર્ટ્સ જમા કરાવવાના રહેશે.
દૂર ઉપયોગને જાણવા આ એપ જરૂરી
આંતરરાષ્ટ્રીય મોબાઇલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી નંબર સંબંધિત શંકાસ્પદ લાગુ દુરુપયોગની જાણ કરવા અને મોબાઇલ ઉપકરણોમાં વપરાતા IMEIsની પ્રામાણિકતા ચકાસવા સક્ષમ બનાવે છે. ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ 2023 હેઠળ ત્રણ વર્ષ સુધીની કેદ, 50 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકેછે.
ફ્રોડ કોલ સામે ફરિયાદ થશે
આ નવી એપની મદદથી ફ્રોડ કોલ્સની પણ ફરિયાદકરી શકાશે ડોટે મોબાઇલ ફોન કંપનીઓને સુનિશ્ચિત કરવા હ્યું છે કે પ્રિ-ઇન્સ્ટોલ કરેલી ‘સંચાર સાથી’ એપના પહેલીવાર યુઝેજ અને ઉપકરણ સેટઅપ સમયે સરળતાથી દેખાય અને પ્રાપ્ય હોય, તેની કાર્યક્ષમતાઓ અક્ષમ અથવા પ્રતિબંધિત ન થાય. આ સાથે એપની મદદથી ફ્રોડ કોલ્સ સહિત અનેક સુવિધામાં ઉપયોગ કરી શકાશે. જો કંપનીઓ આ આદેશનું પાલન નહીં કરે તો ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ 2023, ટેલિકોમ સાયબર સિક્યુરિટી નિયમો 2024 અને અન્ય કાયદાઓમુજબ કાર્યવાહી કરવામાં આવશે.