યુટિલિટી ગ્લોબલ ન્યૂઝ ટ્રેંડિગ ન્યૂઝ

Business: અમેરિકાએ ટેરિફ ઘટાડતા જ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2500 પોઈન્ટ અને નિફ્ટી 700 પોઈન્ટ વધ્યો

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદેલો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પની આ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં આજે 3 તેજી જોવા મળી છે. આજે સેન્સેક્સ 2500 પોઈન્ટ વધીને 84000 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 700 પોઈન્ટ વધીને 25,800 પર ટ્રેડ થઈ રહ્યો છે. ટેરિફના નિર્ણય બાદ રિયલ્ટી, ઓટો અને આઇટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે.નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 5% વધ્યો છે.

આઇટી અને ઓટો ઇન્ડેક્સ લગભગ 4% વધ્યા
આઇટી અને ઓટો ઇન્ડેક્સ લગભગ 4% વધ્યા છે. નિફ્ટી મેટલ, ફાર્મા, હેલ્થકેર અને બેંક ઇન્ડેક્સ લગભગ 3% વધ્યા છે.બજેટમાં સ્પેશિયલ ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. ગઈકાલે સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો. અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ ટેરિફને 7 ટકા ઘટાડીને 18 ટકા કરી દીધો છે. જેથી આજે શેરબજાર તેજીમાં છે.અમેરિકાએ ભારતીય સામાન પર લાગતા ટેક્સને 25% થી ઘટાડીને 18% કરી દીધો છે. આનો અર્થ એ છે કે ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ હવે અમેરિકામાં પહેલા કરતા સસ્તા વેચાશે, જેનાથી તેમની માંગ વધશે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »