ધર્મ ડેસ્કઃ અઠવાડિયાના દરેક દિવસનું એક ખાસ મહત્ત્વ હોય છે. દરેક દિવસ કોઈ ગ્રહ અને નક્ષત્ર સાથે સંબંધ ધરાવે છે. નિશ્ચિત દિવસે પૂજા અર્ચના કરવાથી જે તે ગ્રહની પ્રશંસાનું ફળ મળે છે. વ્યક્તિના ધાર્યા કામ પાર પડે છે. જોકે, કેટલાક કાર્યો ન કરવા એ પણ વ્યક્તિના હિતમાં હોય છે. જો એ કરવામાં આવે તો એનું પરિણામ ખરાબ મળે છે. રવિવાર એટલે રજાનો વાર. જોકે, રવિવારને સૂર્યદેવની ઉપાસનાનો વાર માનવામાં આવે છે.

સૂર્યદેવની પ્રસન્નતા માટે
રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો સૂર્યદેવ પ્રસન્ન થાય છે. એટલું જ નહીં સાધકની ઊર્જામાં પણ વૃદ્ધિ થાય છે. પણ રવિવારે ત્રણ કાર્યો એવા છે જે ક્યારેય ન કરવા જોઈએ. જો એ કરવામાં આવે તો કુંડલીમાં સૂર્યની સ્થિતિ નબળી પડે છે. જેના પરિણામે વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે. રવિવારના દિવસે લીલા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. રવિવારે લીલો રંગ નકારાત્મકતાને વેગ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે લાલ, પીળા અને કેસરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. જેનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અટકી પડેલા કાર્યો પૂરા થાય છે. ઉત્સાહ અને ઊર્જામાં વધારો થાય છે.

આવું કામ ન કરવું જોઈએ
રવિવાના દિવસે વાળ, નખ અને દાઢી ન કાપવી જોઈએ. રવિવારે આવું કરવાથી સુખમય જીવન પર નકારાત્મકતાનો પ્રભાવ પડે છે. સૂર્યની સ્થિતિ પણ કુંડલીમાં નબળી પડે છે. જેની સીધી અસર વ્યક્તિના આત્મવિશ્વાસ પર થાય છે. રવિવારના દિવસે બને ત્યાં સુધી ખાટું ન ખાવું જોઈએ. કાળી અડદની દાળ પણ ન ખાવી જોઈએ.આની અસર વ્યક્તિના વ્યાપાર અને વ્યવસાય પર પડે છે. રવિવારના દિવસે સૂર્યદેવના 12 નામનું સ્મરણ કરવાથી પિતા સાથેના ખાટા સંબંધો મીઠાશમાં ફેરવાય છે.
સૂર્યદેવના 12 નામ
ॐ मित्राय नमः, ॐ रवये नमः, ॐ सूर्याय नमः, ॐ भानवे नमः, ॐ खगाय नमः, ॐ पूष्णे नमः, ॐ हिरण्यगर्भाय नमः, ॐ मरीचये नमः, ॐ आदित्याय नमः, ॐ सवित्रे नमः, ॐ अर्काय नमः, और ॐ भास्कराय नमः