સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar Accident: નોકરી શરૂ ન થઈ એ પહેલાં જિંદગી પૂરી થઈ ગઈ, અકસ્માતમાં 3 યુવકોનાં મોત

Surendranagar Accident

પાટડી-સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે નાનીયાણી ગામે જીવલેણ અકસ્માતમાં બે સગા ભાઈઓનું મૃત્યું થયું છે. આ બંન્ને ભાઈઓ બાઈક પર જઈ રહ્યા હતા એ સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત કરીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. પાટડી તાલુકાના એરવાડા ગામે સંજય ઠાકોર નામનો યુવક બેચરાજીમાં આવેલી કંપનીમાં કામ હેતું જઈ રહ્યો હતો. આ વ્યક્તિએ જ પોતાના જ ગામના બે યુવાનોને નોકરી એ લગાવ્યા હતા.

નોકરીનો પહેલો દિવસ હતો

મયુરભાઈ દેવપૂજક અને ટીનાભાઈ દેવીપૂજક નામના બે વ્યક્તિનું પણ ઘટનામાં મૃત્યું થયું હતું. આ બન્ને સંજયના ભાઈ છે. આ બન્ને ભાઈઓનો નોકરીનો પ્રથમ દિવસ હતો. આ ત્રણેય યુવક વહેલી સવારે એરવાડાથી બેચરાજી ખાતે નોકરી માટે જઈ રહ્યા હતા. આ સમયે અકસ્માત થયો હતો.ત્રણેય યુવકો રસ્તા પર પટકાતા માથું ઘડથી અલગ થઈ ગયું હતું. શરીરમાંથી માંસ નીકળી ગયા હતા. બન્ને ભાઈઓ અત્યાર સુધી જૂના કપડાં વેચવાનો ધંધો કરતા હતા.અકસ્માતની જાણ થતાં જ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસ તથા 108ને જાણ કરી હતી. પોલીસે યુવકોના મૃતદેહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ઘટનાસ્થળે જ મોત

પીઆઈ વી.જે. માલવીયાએ જણાવ્યું હતું કે, એક જ બાઈક પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. વહેલી સવારે આ ઘટના બની હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અજાણ્યા ટ્રેલરે બાઈકને ટક્કર મારી હતી. ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત અંગે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.પોસ્ટમોર્ટમ બાદ યુવકોના મૃતદેહને એમના પરિવારજનોને સોંપવામાં આવશે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »