ગુજરાતમાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા હાઈવે પર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. પોલીસે આ અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
માલ વાહક ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા હાઈવે પર કટુડા ગામ નજીક માલ વાહક ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા પતિ અને પત્નીનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં રહેતા સંગીતાબેન મારૂણીયા અને જીજ્ઞેશભાઈ મારૂણીયાનુ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.