સુરેન્દ્રનગરમાં જેલ તંત્ર ફરી ચર્ચામાં આવ્યું છે. શહેરની સબ જેલમાં એક કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેલમાં બંધ એક આરોપીએ સારવાર માટે બહારની હોસ્પિટલમા લઈ જવા માટે જેલ સંત્રીને દબાણ કર્યું હતું. જેથી જેલ સંત્રીએ સુબેદારને જાણ કરવાનું કહેતા જ કેદી ઉશ્કેરાયો હતો. તેણે શેમ્પૂ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
સુરેન્દ્રનગરમાં સબ જેલમાં સજા ભોગવી રહેલા એક કેદીએ કોઈ સારવારના બહાને બહારની હોસ્પિટલમાં લઈ જવા માટે જેલ સંત્રી પર વારંવાર દબાણ કર્યું હતું. જેથી જેલના સંત્રીએ તેને સુબેદારને રજૂઆત કરવાનું કહ્યું હતું. આ દરમિયાન કેદી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે શેમ્પૂ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કેદીને હોસ્પિટલમાં લઈ જતી વખતે તેણે પોલીસને છરી મારીને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. જેલ તંત્રએ કેદીને સારવાર અર્થે ખસેડ્યો હતો. આ ઉપરાંત કેદી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.