કોલંબોઃ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 મેચમાં પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભારતીય બોલર્સની સામે પાકિસ્તાનના એકપણ બેટ્સમેન હાફસેન્ચુરી સુધી પણ પહોંચી શક્યા ન હતા. સૂર્યા કુમારે ઈશારો કરતા જ કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાની હાર થાય એ નિર્ણય પહેલા જ લઈ લીધો હતો. આ વાત એમણે જીત બાદ કહી હતી. પાકિસ્તાન ટીમે ઓન પીચ બ્લંડર કર્યું છે. મેદાનમાં ઊતરતા પહેલા જ હારનો નિર્ણય લેવાઈ ગયો હતો. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ એ જ રીતે રમી જે અગાઉથી નક્કી હતું.
કિશન કંઈક અલગ મૂડમાં હતો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને ટોસ હારીને પણ બાજી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા 175 રન કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન ટીમે 114 રન જ કર્યા હતા. નસીબથી સલમાન અલી ટોસ તો જીતી ગયા પણ નિર્ણય ખોટો કરી નાંખ્યો હતો. આ પાછળનું કારણ એ છે કે, શ્રીલંકાની પિચ બોલિંગ પીચ છે. ભારતીય બેટર જ્યારે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ખાસ કોઈ સ્કોર થયો ન હતો પણ સામાન્ય સ્કોરમાં પણ પાકિસ્તાનને પછાડી મૂક્યું હતું. સૂર્યાકુમારે મેચ પૂરી થતા કહ્યું હતું કે, અમે એ જ ગેમ રમવા માગતા હતા, જેમાં નસીબે સાથ આપ્યો હતો. પહેલા ભારતીય બેટરોએ પર્ફોમ કર્યું અને પછી બોલર્સનો તરખાટ જોવા મળ્યો. ભારતીય ક્રિકેટ ટીમે એ જ રીતે રમી જે રીતે એ રમવા માગતી હતી. પિચ પર પહેલા બેટિંગ કરવાનો ઓપ્શન શ્રેષ્ઠ હતો. ઈશાન કિશન ડોમેસ્ટિક સર્કિટમાં પણ બેસ્ટ બેટિંગ કરી રહ્યો હતો. એની બેટિંગથી ટીમને આગળ જવાનો મોકો મળ્યો છે. અમારો અટેકિંગનો પ્લાન બિલકુલ ન હતો. પણ ઈશાન કિશન કંઈક અલગ વિચારીને આવ્યો હતો.