Republic Day 2026: વાવ થરાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લહેરાવ્યો તિરંગો, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી
ગુજરાતમાં નવા જાહેર કરવામાં આવેલા વાવ થરાદ જિલ્લાના મલુપુર ગામ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવી ઘ્વજ વંદન કર્યું હતું. ધ્વજવંદન દરમિયાન હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગુજરાત પોલીસના […]
