Ahmedabad: શહેરના સી જી રોડ પર બાઈક ચાલકે અડફેટે લેતા રોડ ક્રોસ કરતા યુવકનું મોત
અમદાવાદમાં બેફામ બનેલા સ્પોર્ટ્સ બાઈક ચાલકો દ્વારા અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો વધુ એક દાખલો સી જી રોડ વિસ્તારમાં સામે આવ્યો છે. બાઈક ચાલકે રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લીધો હતો. જેમાં રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. બાઈક ચાલકને ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. […]

