Ahmedabad News: સોલા સિવિલ પાસે AMTS બસમાં આગ લાગતા અફરાતફરી મચી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
અમદાવાદ શહેરમાં આજે સોલા સિવિલ પાસે AMTS બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં આગ લાગતાં જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. ડ્રાઈવર અને કંડક્ટર સહિતના મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતાં. જેથી કોઈ જાનહાની થઈ નથી. બસમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી […]

