Amreli: હેમાળ ગામમાં સિંહણને કચડીને ફરાર થનારો આરોપી અમદાવાદથી ઝડપાયો
અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામ પાસે સિંહણને અડફેટે લેનારા વાહન ચાલકની અમદાવાદથી ધરપકડ કરાઈ છે.વન વિભાગે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ રિસોર્સની મદદથી વાહન ચાલકને ઝડપી પાડ્યો છે. ચારેક દિવસ પહેલા સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સિંહણનું મોત નિપજ્યું હતું. જામીન ના મંજૂર થતા તેને જેલમાં ધકેલવામાં આવ્યો વાહનની ટક્કરથી સિંહણનું મોત […]
