ISRO LVM3 M6 Bluebird: ‘બાહુબલી’ જેવો સૌથી ભારી સેટેલાઈટ લૉંચ, મોબાઈલ સ્ટ્રિમિંગમાં આવશે ચિત્તા જેવી સ્પીડ
હરિકોટાઃ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)એ ફરી એક વખત ઇતિહાસ બનાવ્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી દુનિયાના સૌથી મોટા કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઇટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સાથે ઈસરોના નામે એક મોટી સિદ્ધિ જોડાઈ છે. અમેરિકાના ન્યૂ એડિશન કોમ્યુનિકેશન ઉપગ્રહને લઈ જનાર એલવીએમ-એમ6 રૉકેટને અવકાશ માટે રવાના કરાયું […]
