ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: લોકોને દારૂ પીતા પકડતી પોલીસના કોન્સ્ટેબલ અને PSOએ છલકાવ્યો દેશી દારૂનો જામ, જુઓ વીડિયો

  • January 23, 2026
  • 0 Comments

ગુજરાતમાં પોલીસના પટ્ટા ઉતરાવાની રાજનીતિ વચ્ચે ખુદ પોલીસ કર્મીઓ જ બુટલેગરની ભૂમિકામાં પકડાયા છે. લોકોને દારૂ પીતા પકડતા પોલીસ કર્મીઓ ખુદ દારૂનો જામ છલકાવી રહ્યાં છે. બુટલેગરો પાછળ પડતી પોલીસના આ તાયફા હવે વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો દેશી દારૂ પીતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: રસ્તામાં ભેંસ આડી ઉતરતા ગાડી લઈને જતા પોલીસ અધિકારી ગિન્નાયા, ગોવાળને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ, જુઓ Video

  • January 22, 2026
  • 0 Comments

ગુજરાત પોલીસને પબ્લિક ફ્રેન્ડલી બનવા માટે સતત સૂચનાઓ આપવામાં આવે છે. લોકોની સાથે સારા સંબંધો કેળવવા માટે પણ અનેક વખત કહેવામાં આવ્યું છે. તે છતાંય ખાખીનો રૂઆબ અને દાદાગીરી ઓછી થવાનું નામ નથી લેતા. ભાવનગરના મહુવાના મોટા ખૂંટવડા ગામે એક પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.   View this post on […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News : બોડકદેવમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીની ગોળી મારી હત્યા કરી, પોતે આપઘાત કરી લીધો

  • January 22, 2026
  • 0 Comments

અમદાવાદ શહેરમાં સૌથી વધુ પોશ ગણાતા જજીસ બંગલો વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. આ વિસ્તારમાં સ્થિત NRI ટાવરમાં મોડી રાત્રે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. લગ્નના માત્ર બે મહિનાના સમયગાળામાં જ દંપતી વચ્ચે પારિવારિક ઝગડો ઉભો થતાં મામલો હત્યા સુધી પહોંચી ગયો છે. પતિએ પત્નીને ગોળી મારીને હત્યા કરી નાંખી […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ : પોલીસ સ્ટેશનના PIના ગુલાબની સુગંધ ચર્ચામા, એક વહિવટદારનો વિપુલ પ્રમાણમાં હાહાકાર

  • January 19, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: સાંસદ ગેનીબેન સામે મોરચો , સંચાલકોએ કહ્યું, ડીજે પરનો પ્રતિબંધ હટાવો નહીં તો દારૂ વેચવાનું શરૂ કરાશે

  • January 19, 2026
  • 0 Comments

થોડા સમય પહેલા ઠાકોર સમાજ દ્વારા સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આ બંધારણમાં લગ્ન પ્રસંગમાં DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે પાટણમાં ડીજે સંચાલકો રોષે ભરાયા છે. પાટણમાં ડીજે સંચાલકો દ્વારા એક સભા યોજાઈ હતી. જેમાં તેમણે સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને પરત લેવા માગ કરી હતી. […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: પાઘડીની લાજના નામે પાટીદારોની પહેલ, ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવા કરશે પ્રયાસ

  • January 19, 2026
  • 0 Comments

ગુજરાતમાં ભાગીને લગ્ન કરનારી દીકરીઓને પરત લાવવા માટે પાટીદાર સમાજે કમર કસી છે. પાટણ જિલ્લાના ચાણસ્માના મણિયારી ખાતે યોજાયેલા 84 કડવા પાટીદાર સમાજ દ્વારા એક મોટી પહેલ કરવામાં આવી છે. આ સંમેલનમાં પાટીદાર સમાજની ત્રણેક હજાર મહિલાઓ જોડાઈ હતી. પાઘડીની લાજના નામે આ સંમેલન યોજાયું હતું. પાટીદાર સમાજની દીકરીઓએ અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા બાદ […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: AAPના પૂર્વ નેતા કરસનદાસ ભદરકા આજે કોંગ્રેસમાં જોડશે, અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી

  • January 19, 2026
  • 0 Comments

ગુજરાતમાં કોંગ્રેસે મોટો ખેલ પાડી દેતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ગુલાંટ મારીને ભાજપમાં જોડાઈ જતાં હોય છે. પરંતુ રાજકારણમાં આજે ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે. કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ખેડા જિલ્લાના મોટા ગજાના આમ આદમી પાર્ટીના […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સોલા સિવિલ પાસે AMTS બસમાં આગ લાગતા અફરાતફરી મચી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

  • January 19, 2026
  • 0 Comments

અમદાવાદ શહેરમાં આજે સોલા સિવિલ પાસે AMTS બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં આગ લાગતાં જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. ડ્રાઈવર અને કંડક્ટર સહિતના મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતાં. જેથી કોઈ જાનહાની થઈ નથી. બસમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી […]

સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar News: સબ જેલમાં કેદીએ શેમ્પૂ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

  • January 16, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગરમાં જેલ તંત્ર ફરી ચર્ચામાં આવ્યું છે. શહેરની સબ જેલમાં એક કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેલમાં બંધ એક આરોપીએ સારવાર માટે બહારની હોસ્પિટલમા લઈ જવા માટે જેલ સંત્રીને દબાણ કર્યું હતું. જેથી જેલ સંત્રીએ સુબેદારને જાણ કરવાનું કહેતા જ કેદી ઉશ્કેરાયો હતો. તેણે શેમ્પૂ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: એક્ટિવા નહીં આપતા જ પાંચ શખ્સોએ એક યુવકને રહેંસી નાંખ્યો

  • January 16, 2026
  • 0 Comments

ભાવનગરમાં છેલ્લા 12 દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે માત્ર એક વાહન નહીં આપવાની બબાલમાં પાંચ શખ્સોએ ભેગા મળીને એક યુવાનને રહેંસી નાંખ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. […]

Translate »