Banaskantha News: સાંસદ ગેનીબેનની ગાડીએ અડફેટે લેતા યુવકને ગંભીર ઈજા પહોંચી, પીડિત યુવકના પરિવારે કહ્યું અમે કાર્યવાહી કરીશું
બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની કારે એક યુવકને અડફેટે લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, જ્યારે કાર અકસ્માત થયો ત્યારે સાંસદ ગેનીબેન ગાડીમાં હાજર હતાં અને તેમના માણસો દ્વારા ઘટના સ્થળે લેવામાં આવેલા વીડિયો મોબાઈલમાંથી ડિલિટ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે પાલનપુર ડીસા હાઈવે પર આ […]
