Gandhinagar News: વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ રાજ્યના તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરાઈ
આગામી 11મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. સોમનાથથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં એક સમયે વડાપ્રધાન મોદીએ આંદોલન કર્યું હતું. હવે તે જ ગ્રાઉન્ડમાં તેઓ જંગી જાહેર સભાને સંબોધન કરશે. […]
