Vadodara: કોર્ટે ગઈકાલે સજા ફટકારી અને કેદી સેન્ટ્રલ જેલમાં ગયો, તબિયત લથડતા આજે મોત નિપજ્યુ
વડોદરા સેન્ટ્રલ જેલમાં એક કેદીનું મોત નિપજતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગઈકાલે વડોદરા કોર્ટે તેને ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. જેલમાં ગયાના બીજા જ દિવસે કેદીની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. […]
