Surat: જિલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ, સર્ચ ઓપરેશન શરૂ કરાયું
ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી. ત્યારે હવે સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે. કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો કોલ આવ્યો હતો. આ કોલની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને […]

