India Cricket Team: તિલક વર્મા ઈજાને કારણે ભારત ન્યૂઝીલેન્ડ સિરિઝમાંથી બહાર થયો, T20 વર્લ્ડ કપમાં ફીટ થશે?
આગામી 21 જાન્યુઆરીથી નાગપુર ખાતે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી શરૂ થવાની છે. બીજી તરફ T20 વર્લ્ડ કપ પણ નજીકમાં છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર બેટર તિલક વર્મા આગામી ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં નહીં રમી શકે. પાંચ મેચોની આ સિરિઝમાંથી તે બહાર થયો છે. તિલક વર્માની ઈજાથી ટીમના સિલેક્ટર્સમાં ચિંતાનો માહોલ છે. […]
