Patan News: સાંસદ ગેનીબેન સામે મોરચો , સંચાલકોએ કહ્યું, ડીજે પરનો પ્રતિબંધ હટાવો નહીં તો દારૂ વેચવાનું શરૂ કરાશે
થોડા સમય પહેલા ઠાકોર સમાજ દ્વારા સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આ બંધારણમાં લગ્ન પ્રસંગમાં DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે પાટણમાં ડીજે સંચાલકો રોષે ભરાયા છે. પાટણમાં ડીજે સંચાલકો દ્વારા એક સભા યોજાઈ હતી. જેમાં તેમણે સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને પરત લેવા માગ કરી હતી. […]
