નવી દિલ્હીઃ દિવાળીનું પર્વ ભારતીય સંસ્કૃતિનો મહત્ત્વનો એકભાગ છે.દિવાળી સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ પોતાની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં દિવાળી પર્વને સ્થાન આપ્યું છે. દિલ્લીના લાલ કિસ્સામાં યુનેસ્કોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુનેસ્કોએ દિવાળીને ઈન્ટેજિબલ કલ્ચર હેરિટેજ (ICH)ની યાદીમાં સામિલ કરવાનો નિર્ણય લીધો છે. જે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ સમાન છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે દેશમાં યુનેસ્કોની બેઠકનું આયોજન થયું છે. આ બેઠકમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા તહેવાર દિવાળીને યાદીમાં મૂકવા માટેની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
🔴 BREAKING
New inscription on the #IntangibleHeritage List: Deepavali, #India🇮🇳.
Congratulations!https://t.co/xoL14QknFp #LivingHeritage pic.twitter.com/YUM7r6nUai
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 10, 2025
વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિષય પર ખુશી વ્યક્ત કરતા શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. યુનેસ્કોએ અત્યાર સુધીમાં 15 જુદી-જુદી ચીજ વસ્તુઓને સાંસ્કૃતિક યાદીમાં સામિલ કરી છે. આ યાદીમાં કુંભમેળાથી લઈને દુર્ગા પૂજા, ગુજરાતના ગરબા, યોગા, રામલીલા અને વૈદિક મંત્રોચ્ચારનો સમાવેશ થાય છે. આ સિવાય રામાયણની પારંપરિક પર્ફોમન્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે. દિવાળી એક તહેવાર નહીં પણ અંધકારમાંથી પ્રકાશ તરફના પ્રયાણનું પ્રતીક છે. જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ દિવાળી આપે છે.પ્રભુ શ્રી રામ વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત આવ્યા એ સમયે સમગ્ર અયોધ્યા નગરી દીવાથી સુશોભીત કરવામાં આવી હતી.

આજે પણ અયોધ્યાના નામે રેકોર્ડ
આજે પણ દિવાળી પર્વ પર મોટી સંખ્યામાં દિવા પ્રગટાવીને સરયુ ઘાટને ડેકોરેટ કરવામાં આવે છે. આ અંગે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ટ્વિટ કરતા કહ્યું હતું કે, આ આપણા માટે ફરી એક દિવાળી જેવું જ છે. યુનેસ્કોએ આપણા પ્રકાશપર્વને સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન આપ્યું છે. દિવાળી આશા, સાહસ, સમાનતા અને દ્રઢતાના સાર્વભૌમિક મુલ્યનો મોટો ઉત્સવ છે. દિવાળીની નોંધ યુનેસ્કોએ લેતા હવે દિવાળી ગ્લોબલ બની રહી છે. દુનિયાભરમાં હવે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ વેગ મળશે. વિદેશમાં રહેતા ભારતીયો જે તે દેશમાં રહીને પણ ધામધૂમથી દિવાળી મનાવે છે.યુનેસ્કોએ નોંધ લેતા દિવાળી પર્વ દરમિયાન ભારતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. ખાસ કરીને વારાણસી અને અયોધ્યામાં વિદેશી પર્યટકો પણ આવી શકે છે.