ધર્મ ડેસ્કઃ ઘરની સાફ-સફાઈ નિયમિત કરવી અનિવાર્ય છે. જે ઘરમાં હંમેશા ગંદકી રહે છે ત્યાં ગ્રહની માઠી દશા શરૂ થાય છે. માત્ર ગંદકીના કારણે નહીં પણ એનર્જી પણ અહીં અસર કરે છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પોઝિટિવ એનર્જીનો અહેસાસ થાય છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં નેગેટિવ એનર્જી વધે છે. આવા ઘરમાં ઘર્ષણ થવાના ચાન્સ વધે છે. ક્લેશ વધે છે. ઘરની સાફ સફાઈ વાસ્તુશાસ્ત્રના હિસાબથી કરવી જોઈએ.
રસોઈ ઘર સ્વચ્છ રાખવું જોઈએ
રસોઈ ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ખાસ કરીને રસોઈ બનાવતી વખતે ઘણીવાર રસોડું ગંદુ થતું હોય છે. રસોઈ કરતી વખતે થોડું થોડું સાફ રાખવામાં આવે તો ફાયદો થાય છે. સમયાંતરે રસોડાના બીજા કેટલાક ખાનાઓ પણ સાફ કરવા જરૂરી છે. રસોઈઘર સ્વચ્છ હોય તો અનેક પ્રકારના લાભ થાય છે. રસોડું સ્વચ્છ હોય તો ઘરના પરિવારોનું આરોગ્ય સ્વસ્થ રહે છે. ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી. રસોડું સ્વચ્છ હશે તો ઘરમાં પૈસાનો ફ્લો અટકશે નહીં.
મંગળ ગ્રહ શાંત રહે છે
રસોડું સ્વચ્છ રહે તો મંગળ ગ્રહ શાંત રહે છે. મંગળ જ્યારે શાંત રહે ત્યાં અનેક રીતે જીવનમાં ફાયદો થાય છે. મંગળ શાંત રહે તો ઘરમાં લક્ષ્મી અને વૈભવ આવે છે. ઘરમાં પરિવારજનોનો આત્મવિશ્વાસ ઘટવા લાગે છે. જીવનમાં પ્રગતિ માટે મંગળ ગ્રહ મજબૂત અને શાંત રહે એ અનિવાર્ય છે.